Monday 27 July 2015

બંક મારવાનું પડ્યું ભારે - આર.બી. પટેલ

સ્મરણો કહેવા બેસું તો રાતોની રાતો વહી જાય
ડીએન ની યાદો કહેવા બેસું તો રાતોની રાતો વહી જાય
કેટલી વાતો કરું હું અહિ દોસ્ત , આતો ડીએન છે
કહેવા બેસું તો  વાતોની વાતો વહી જાય 


1952 થી 1959 એટલે મારો વિદ્યાર્થી કાળ. પાંચમાં ધોરણમાં જોડાયો અને દસમાં ધોરણમાં ગાડી અહીંથી છોડી.. અહિયાં હું મારી જિંદગીને જીવ્યા કરતા માણી વધારે છે. વાતો કરવા બેસું તો મારા સાહસના અને મજાકના ઘણા બધા પ્રસંગો નીકળે એવા છે. પરંતુ અમુક કિસ્સાઓ તમારી સાથે શેર કરવા છે.

અમારે અગિયારથી પાંચ ભણવાનું અને ચાર વાગે અમારે પીટી નો પીરીઅડ હોય. અને મને પીટી માં રસ ઓછો. પહેલેથી જ વ્યાયામ તરફ ઉપેક્ષા ભાવ.  એટલે અમે બે-ત્રણ ટોળકીએ નક્કી કર્યું કે પીટીનાં પીરીઅડ વખતે ક્યાંક જતા રહેવું અને પાંચ વાગે એટલે દફતર લેવા આવવું.  એટલે અમે સ્કુલમાં જે ટોઇલેટ હતા એમાં ભરાઈ જઈએ અને અંદરથી સાંકળ બાંધી દઈએ. જેથી કોઈને ખબર નાં પડે. પરંતુ આવું કેટલા દિવસ ચાલે?
એટલે એક દિવસ અમારી આ વાત  વિઠ્ઠલ ભાઈ સાહેબ ને કોઈએ કહી કે  આ લાંબવેલ નાં છોકરા ક્યાંક પીટી વખતે  દેખાતા નથી એ ક્યાંક ભાગી ગયા લાગે છે. એટલે વિઠ્ઠલ ભાઈ એ કોઈક છોકરા ને અમે જ્યારે ટોઇલેટ માં જઈએ એટલે બહારથી  સાંકળ બંધ કરી દેવા કહ્યું. પહેલાતો અમે કઈ બોલ્યા નહિ પણ જ્યારે  પાંચ વાગ્યા એટલે નાં છૂટકે અમારે અંદરથી ખખડાવ્વું  પડ્યું. અમે તો હવે પકડાઈ ગયા હતા. એટલે વિઠ્ઠલ ભાઈ એ બારણું ખોલી નાખવા કહયું અને આશ્રમમાં બોલાવ્યા..

ગુનો કર્યો હતો એટલે જે ડી.એન.ની સૌથી કોમન સજા હતી એ તેમણે ગાંધીચોક વાળવાનું કહ્યું , હવે પાંચ વાગ્યા હોય અને લાંબવેલ ચાલીને જવાનું હોય એટલે રાત્રે મોડું થઇ જાય.  પહેલાતો અમે ગ્રાઉન્ડ આખું સાફ કર્યું. પરંતુ વિઠ્ઠલ ભાઈ સાહેબ નો ભાવ એતો પિતાતુલ્ય.  એમણે  કહ્યું કે તમારે રસોડે આવ્વાનું  છે, અને જમાડ્યા અને રાત્રે મોડું થઇ ગયું હતું એટલે અમને અમારી સાથે એક માણસ ને મોકલ્યો અને ઘરે મૂકી આવવા માટે કહ્યું.

એટલે વિઠ્ઠલ કાકા શિક્ષા કરે  પણ એઓ જ એમનો ભાવ, એવીજ એમની પિતૃવાત્સલ્ય ભરી દ્રષ્ટિ. બેંચ ઉપર કોઈકે  ચોકનો ભૂકો નાખ્યો હતો , એટલે વિઠ્ઠલ કાકા એ પૂછ્યું કે કોણે નાખ્યો છે , કોઈ એ જવાબ આપ્યો નહિ, એટલે બધી જ્પાત્લીઓ અમને ક્લાસૃમની ભાર કઢાવી અને સાફ કરાવી. અને અમને કહ્યું કે હવે વિદાય સમારંભ તમારો નહિ થાય. અને આજે પણ એનો રંજ છે કે અમારી બેચનો ગ્રુપ ફોટો નથી. 



0 comments:

Post a Comment