દેદી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ
સાબરમતી કે સંત તુને કરદીયા કમાલ
હમણાં જ આજના જ્ઞાની એવા ગુગલે વિશ્વના શાંતિ પ્રતીકો નાં નામ જાહેર કર્યા ત્યારે ભારત માંથી જે નામ પસંદ કર્યું તે હતું માત્ર ગાંધી. વિશ્વના અઢળક લોકોએ ગાંધીજી વિષે મેમોયેર, નવલકથા અને ઢગલો કવિતાઓ લખી છે,આલ્બર્ટ અઈન્સટાઈન તો એમ કહ્યું હતું કે "ભવિષ્યમાં લોકો ને તો એવું થશે કે આવો હાડમાંસ વાળો વ્યક્તિ સાચ્ચે થયો હશે કે નહિ એવું વિચારશે." તેમને પીસ મેકર તરીકે વિશ્વના લોકો ઓળખે છે. ભારતના શાંતિદૂત એ વિશ્વને માનવતા દાખવવાનો અધભુત સંદેશો આપ્યો હતો.અઢળક લોકો એમની સાથે નાત-જાત ગરીબ-અમીરના ભેદભાવ છોડી અને તેમના વિચારોથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમની તમામ સંપતિ અને પ્રતિષ્ઠા છોડી અને દેશ સેવા કરવા ગાંધીજીના પંથે જોડાઈ ગયા હતા.એ વખતમાં વિશ્વનું એક પણ માધ્યમ એવું નહિ હોય કે જેણે ગાંધી વિષે વાત ના કરી હોય. એમણે માનવવાદ ને રસ્તે આંગળી ચીંધી અને ગાંધીવિચાર રજુ કર્યો. પરંતુ આ બધીજ વસ્તુઓ કહેવામાં ઘણી જ સરળ લાગે છે, ગાંધી ના દરે ક દિવસ એક નવી મુશ્કેલી લઈને આવતો. એ પછી સાબરમતી આશ્રમમાં દલિતો ને અપાતો આશ્રય હોય કે પછી સવિનય કાનુનભંગ વખતે થયેલી ધરપકડ કે એવી બીજી કેટલીયે વખત થયેલી અટકાયતો હોય. ગાંધીજી ની સાથે જો કોઈ એ સદીવ સહકાર અને ધીરજ આપી હોય તો તે તેમના જીવનની એક માત્ર કડી તેમના જીવનસંગીની કસ્તુરબા.
આમ તો કસ્તુરબા ગાંધીજી થી ઉમરમાં ઘણા મોટા હતા એટલે ગાંધીજી તેમને બા કહીને બોલાવતા હતા. ગાંધીજી સાથે તેમના એક માત્ર ધ્યેય સ્વતંત્રતા મેળવવા ના ધ્યેયમાં કસ્તુરબાનો ફાળો અમુલ્ય હતો. સ્ત્રીઓને સત્યાગ્રહમાં જોડાવવા માટે કરેલી પહેલ હોય કે પછી વિદેશી કપડાની હોળી કરવામાં સ્ત્રીઓ દ્વારા કવામાં આવેલી પહેલ આ બધા જ શ્રેય કસ્તુરબા ને ફાળે જાય છે. આ ઉપરાંત આશ્રમમાં આવતા લોકોને રહેવાની તથા જમવાની વ્યવસ્થા આ તમામ લોકોને પોતાના દીકરાઓ તથા દીકરીઓની જેમ રાખવા અને બંધુત્વનો ભાવ રાખવો તથા બાપુ જયારે પણ જેલ માં હોય ત્યારે પરિસ્થિતિઓને સંભાળવી અને તેમની ગેરહાજરીમાં યોગ્ય નિર્ણયો લેવાની અને કુશળ રીતે બધીજ સમસ્યાઓનો ઉકેલ લાવાનું શ્રેય એ કસ્તુરબા ને ફાળે જાય છે, જે ગાંધીજી એ સત્યના પ્રયોગમાં પણ કહી છે.
આમ, આ વાત ને સમજતા જ્ઞાનના શ્રેષ્ઠ સ્થળ એવા ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા કસ્તુબા.... મહત્મા ના જીવનસંગીની નાટકનું મંચન આણંદ સ્થિત ટાઉનહોલ માં કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન શ્રી નીરવભાઈ પટેલ દ્વારા નાટકનો આનંદ ખાતે પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ખુબ જ સફળ નીવડ્યો હતો. આણંદ ના બુદ્ધિજીવીઓ એ આ પ્રયોગ ને ખુબ જ વખાણ્યો હતો. ગાંધીજી અને કસ્તુરબાના ખોળામાં ઉછરેલા એવા તથા ગાંધીકથા દ્વારા ગાંધીના વિચારોને આખા દેશમાં ફેલાવનારા સ્વ.નારાયણ ભાઈ દેસાઈ એ આ નાટક ને શબ્દો દ્વારા પ્રાણ પૂર્યા હતા. તથા ગુજરાત ના સૌથી લોકપ્રિય અને ગુજરાતની રંગભૂમિને જેમના ઉપર માં ઉપજે એવા શ્રીમતી અદિતિ ઠાકોર એ આ નાટક દિગ્દર્શિત કર્યું હતું. અને રંગભૂમિના સૌથી માનીતા કલાકાર એવા અભિનય બેન્કર એ આ નાટકમાં ગાંધીજી બન્યા હતા તેમની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે, આ બધાની વચ્ચે ગુજરાતની જાણીતી અને પ્રાઈવેટ એફએમ નો પર્યાય એટલે આરજે દેવકી એ આ નાટકમાં ખુબ જ કુશળ રીતે સૂત્રધારનું કાર્ય કર્યું હતું. તથા કસ્તુરબા પાત્ર એ અમદાવાદ ના છરા કોમ્યુનીટી ના યુવા અભિનેત્રી કલ્પના ગાગડેકર એ ઉત્તમ એક્ટિંગ કરી છે. એ રીતે નાટકના તમામ લોકો કાબીલ એ તારીફ હતા.
સમગ્ર કાર્યક્રમની શરૂઆત ચરોતર રતન સ્વ. વિઠ્ઠલ કાકાના ધર્મપત્ની મણિબાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન ગાંધીજીના જીવાન્ચારીત્રની ઝાંકી કરાવતા પોસ્ટર્સ નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે " ગાંધી મારી નજરે " નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું સ્ન્ન્માન પણ કરવામાં આવ્યું હતું. આમ ગાંધી જયંતીના દવસે માત્ર બાપુ જ નહો પરંતુ બા ને પણ યાદ કરી અને કાયક્રમ ખુબ સફળતાપૂર્વક યોજાયો હતો.
0 comments:
Post a Comment