Showing posts with label Memories. Show all posts
Showing posts with label Memories. Show all posts

Monday, 31 August 2015

ચેરમેન બન્યા વિદ્યાર્થી ....!



મારા જીવનની શરૂઆત જ અહિયાથી થઇ હતી.  આજે હું જે પણ કઈ બોલી શકું છું જે પણ સિદ્ધિઓ હાસિલ કરી શક્યો એ ડીએન અને સીઈએસને કારણેજ  શક્ય બન્યું છે.અહિયાં મેં મારી બાળપણ ની યાદોને સંગ્રહી રાખી છે.
એ વખતે સ્ટુડનટ યુનિયન નો પ્રેસીડન્ટ હતો. એ વખતે અમે સુનીલ દત્ત ને બોલાએલો એમની સાથેની વાતો , એમના તરફથી મળેલા લેટર આ બધુજ મારી યાદોને વળગીને બેઠું છે. અને આજે એક સાથે પેટી માંથી યાદો નીકળી રહી છે, પરંતુ યાદો ની સાથે મિલન થાય ત્યારે મરીઝ નો એક શેર કહીને શરૂવાત કરવી છે ,કે મિલનની એ ઉચ્ચ વેળા હજો મરીઝ, જ્યારે કહેવું ઘણું છે, પણ કશુજ કહી નથી શકાતું. તેમ છતાં મારે આજે મારી યાદો સાથે મસ્તી કરવી છે, હું એક એવો કિસ્સો કહીશ જે આજ સુધી મને યાદ રહી ગયો છે.

હું જ્યારે 6-બ માં હતો ત્યાર નો એક પ્રસંગ યાદ આવે છે. અમારે દર વખતે છેલ્લો લેકચર કનુભાઈ નો હોય અને ડીએન ને છૂટવાનો ટાઈમ અને કસ્તુરબા કન્યા વિદ્યાલય ને છૂટવામાં પાંચ મિનીટ નો ફરક અને એ વખતે  કનુભાઈ જ્યારે પણ આગળ ઉભા રહે એટલે અમને બારી માંથી ડોકાચીયા  બહાર  ના કાઢી શકીએ. એટલે  અમે મિત્રો એ ભેગા થઇ અને નક્કી કર્યું કે અમુક લોકો આગળ બેસે અને થોડાક પાછળ બેસવાનું અને સર ને એવો અહેસાસ કરવાનો કે આગળ બેઠેલા સિન્સિયર લોકો છે પાછળ વાળા જ મસ્તી કરે છે.અને જેવા પાંચ વાગે એટલે અમે બધા બારી માંથી દોકાચીયા ભાર કાઢવા લાગીએ.અને કસ્તુરબા કન્યા વિદ્યાલય છૂટે એટલે અમે કોણીઓ મારી અને કહેતા કે જો જો પેલી ગઈ!!  જોકે મને મારી જીવનસંગીની રેશ્મા પણ ત્યાંથીજ  મળી છે અને આજે હું જે પણ છું એ એના સપોર્ટ નાં કારણે  છું. 

હું મારો એક 6-બ નાં વર્ગનો અનુભવ જણાવવા માંગુ છું.એ સમય હતો 1984 ને એ સમયે નવી ભરતી થઇ હશે અને એમના વિષયમાં એ આવ્યા હતા, અને જોગાનુજોગ એમના નસીબ કે અમારા ક્લાસ માં જ એ આવ્યા અને મને જ સૌથી પહેલો પકડ્યો. અને મને કહે ,"ભાઈ ઉભોથા, અને પૂછ્યું ક્યા રહે છે? એટલે મેં કીધું કે અલકાપુરી સોસાયટીમાં  14 નંબરમાં. એટલે એમણે  તો એક જ ઝટકામાં કહી દીધું કે આજે સાંજે છૂટીને તારા ઘરે આવું છું. કારણકે  હું પાછળ પટેલ સોસાયટીમાં જ રહું છું. એટલે મારી તો ફફડવાની શરુ થઇ ગઈ. એટલે દોડતો  ઘરે ગયો અને લોખંડ ની બેગ મૂકી, અને અમારા ઘરની ભાર પિલર છે એની ઉપર 14 નંબર લખેલો છે એટલે માટીને બધું ભેગું કરી અને 14 નંબર લખ્યો હતો એની ઉપર ચોપાડવા લાગ્યો, બધાએ પૂછ્યું પણ ખરું કે અલા આ શું કરે છે?  પણ આપણે પાછા બહાના  એક્સપર્ટ હતા કહી દીધું કે આતો જસ્ટ  રમું છું, મને એટલી બધી બીક લાગી હતી કે હું બીજે દિવસે સ્કુલે પણ નહોતો ગયો.
આ સિવાય કનુભાઈના વર્ગમાં જો લેસન નાં લાવીએતો માર તો પડેજ પણ આખી લોબી વાળવાની સજા પણ આવે.ગાંધી ચોક એ તો હજુ પણ મને યાદ છે.એટલે પછી અમે જાતે જ નક્કી કરી નાખેલું કે  મિત્રો એ કે દર ચાર દિવસે એક ફ્રેન્ડ એ જઈ અને ચોક વાળી આવવાનો.


બીજી વસ્તુ કે હું જ્યારે અગિયારમાં માં આવ્યો, અને મને જોન્ડીસ થયો હતો એટલે સીએમ પટેલના અમારે એક્સ્ટ્રા કલાસીસ કરવાના હતા, અને મારી લાઈફ માં વળાંક આવ્યો રેશ્મા મારી જીવનસંગીની પણ ત્યાં આવતી હતી. અને આજે હું જે પણ છું એ એના સપોર્ટ નાં કારણે  છું.  

જોકે મેં  એ વખતોમાં  ઘણી બધી ટેસ્ટટ્યુબ તોડી હતી.  અને એ દિવસો તો ખુબ યાદ રહી જાય એવા છે. હા પણ હું એ સાથે સાથે ભણવામાં પણ ઘણો હોશિયાર હતો , મને દસમામાં એપેન્ડીક્સ નું ઓપરેશન કરાવ્યું હતું ને ત્રીજા જ દિવસે હું ઉભો થઇ અને એક્ઝામ આપવા ગયો હતો અને મને 80 ટકા આવ્યા હતા..એ જમાનામાં આટલા ટકા એ ઘણા કહેવાતા હતા.
બીજી વાતો પછી ક્યારેક...




નીરવ પટેલ 
ચેરમેન,
ચરોતર એજ્યુકેશન સોસાયટી 







Friday, 29 May 2015

Space explored from the terrace of Charotar Education Society!


As the Charotar Education Society is celebrating its 100 years of its establishment, constant efforts are made that not a single aspect of development remains untouched during the process. So as a part of the centenary celebration, the program of star gazing was organized on 26 May 2015 at the BRD School of Bio Science Department, Bakrol.

In the presence of the chief guests Dr. Vinod N Patel (Professor at GCET College), Dr Nikhilbhai Patel (Jeevandeep Hospital) & Dr. M Natarajan (H.O.D, BRD School of Biosciences), more than 100 intellectual students & 200 parents participated in the progarmme with great enthusiasm under the expert guidance of Dr. Brijmohan Thakor and Dr. Brijeshbhai Parekh.



On seeing the active participation of the students who were standing in a queue in a disciplined manner for viewing the space from large telescope, the chairman of CES Mr. Nirav Patel and secretary Mr. Ketan Kumar Patel were impressed and happy that the motive of the all round development of the students is becoming a reality and appreciated the hard work & dedication of the employees of CES.

Such programmes of sky gazing will be regularly organized on monthly basis. The details of the programmes will be published on the prior dates in the newspapers. 

Tuesday, 26 May 2015

Diary of my Memories- Dr. Bharat Patel

"If you don’t get 100 Marks in Mathematics, you're not supposed to go home in vacations!"



As soon as the name of Vithal Kaka strikes the ears, we all become nostalgic and start remembering the days of our childhood. Vithal Kaka is still toady the symbol of inspiration for not only Charotar Education Society but for all the students who have studied in CES. Viththal Kaka focused on the overall development of the students along with their theoretical knowledge.

(Puja Vithal Kaka in front of the main building of DN High School)

He used to teach the students bicycle and encouraged them to take part in sports, used to take them to watch plays and also sent them outside to help the people. In this way, there are a number my childhood memories related to CES.

He used to take constant care about the health of the students and used to compulsorily feed us dates & ghee in the winter season. We were affectionately offered mango juice by Vithal Kaka & Ishwar Kaka and sometimes Leela Baa also used to feed us mango juice without their knowledge.

Vithal Kaka used to say that education is the base of the life and if we used to lack behind in our studies, he took strict action against it. I still remember when I got 99 marks out of 100 in mathematics, he ordered me to sit beneath the DN tower and threatened me that till I don’t achieve 100 marks in mathematics, I was no supposed to leave for my home in the vacations.
I want to give the credit of my success to Vithal Kaka and will be indebted to him my whole life.

Monday, 25 May 2015

સંગીતની સાથે સુરની વાત

સુરમયી સાંજ સંતુવાદનને નામ

ગુજરાત એ પહેલેથીજ કળા અને સંસ્કૃતિનું ધામ માનવામાં આવે છે, અહીની દરેક વસ્તુમાં આધ્યાત્મિક સંગીત વસેલું છે, બૈજુ  બાવરા,તાનસેન અને તાના-રીરી જેવા મહાન સંગીતજ્ઞો નો પ્રભાવ આ ભૂમિ ઉપર રહ્યો છે.  રાગ એ  સંગીતનો આત્મા સમાન છે, તાનસેન એ રાગ માલકૌંસ ગાઈ  અને તેને શાંત પાડવા તાના-રીરી એ મલ્હાર રાગ ગાયો હતો. બસ આજ પરંપરાને આગળ ધપાવવા માટે આણંદમાં આવેલ ચરોતર એજ્યુકેશન સોસાયટીએ હવેલી સંગીત અને સંતુરવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો.આ કાર્યક્રમ શ્રી સંગીત વિદ્યાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથી તરીખે શ્રી વાગેશ્કુમારજી ની ઉપસ્થિત રહ્યા હતા.



આ કાર્યક્રમ ને વધુ સંગીતમય બનાવવા માટે આણંદ નગરપાલકા ના પ્રમુખશ્રી પ્રજ્ઞેશ ભાઈ  પટેલ અને સીએસ નાં ચેરમેન શ્રી નીરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સંતુર્વદન કાર્યક્રમની વિશેષ માહિતી શ્રી સ્નેહલભાઇ દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સંસ્કૃતમાં તેને શતતંત્રી વીણા કહે છે અને ભારતમાં તેને કાશ્મીરનું લોક સંગીત તરીકે ઓળખવામાં આવે છે. સુફી સંગીતમાં તેનું ઘણું મહત્વ છે. આ સાથે સંતુરવાદન નું સુરમયી વાતાવરણ શરુ થયું હતું.


પુ.પા કાંકરેલી યુવરાજ 108 વાગીશકુમારશ્રીએ  તેમના આશીર્વચનમાં તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આણંદ  અને ખેડા જીલ્લાના સંગીત પ્રેમી લોકો માટે જો સંગીત વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે તો સંગીત સાથેનો સમન્વય થાય અને આખા વિશ્વમાં ડંકો વાગે તેમ છે.તે ઉપરાંત પ્રજ્ઞેશ ભાઈ પટેલ એ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વિશ્વ સંગીત વિદ્યાલયને તન,મન,ધનથી જે પણ મદદ ની જરૂર હશે તે હું અંત:કરણ પૂર્વક કરીશ. અને અંતમાં શ્રી સંગીત વિદ્યાલયના પ્રમુખ શ્રી નૃપતભાઈ દ્વારા સંગીત ક્ષેત્રને અને સંગીત વિદ્યાલયને વધુ આગળ લઇ જવાનો શબ્દ સંકલ્પ આપ્યો હતો અને ઉપસ્થિત મહેમાનનો આભાર માન્યો હતો.  આ સાથેજ એક સંગીતમય કાર્યક્રમનો સુર્મ્યી રીતે અંત આવ્યો હતો.

Friday, 15 May 2015

મારી યાદોની ડાયરી - ડો. ભરત પટેલ


સો માર્ક ગણિતમાં નાં આવે ત્યાં સુધી વેકેશનમાં ઘરે જવાનું નથી 

વિઠ્ઠલ કાકા નામ પડતાજ યાદોમાં ખોવાઈ જવાય છે. અને બાળપણના દિવસો યાદ આવી જાય છે.વિઠ્ઠલ કાકા એ ખાલી ચરોતર એજ્યુકેશન સોસાયટી માટે જ નહિ પરંતુ ત્યાં ભણેલા તમામ લોકો માટે સીમાચિન્હરૂપ બની ગયા છે. તેઓ તેમાં ભણતા દરેક વિદ્યાર્થીનાં  ભણતર ઉપરજ નહિ પરંતુ સર્વાંગી વિકાસ ઉપર પણ ધ્યાન આપતા હતા.

(ડીએન હાઈસ્કુલ ના મુખ્ય બિલ્ડીંગ આગળ પૂજ્ય વિઠ્ઠલ કાકા)
છોકરાઓને સાયકલ શીખવાડી અને રમત ગમતમાં ભાગ લેતા કરવા,નાટકો જોવા લઇ જતા અને ક્યારેક બહારના લોકોને મદદ કરવા પણ મોકલતા. આમ વિદ્યાર્થી તરીકે મારી ઘણી યાદો ત્યાં સંકળાયેલી છે. 

વિદ્યાર્થીના આરોગ્ય ઉપર તેમનું પુરતું ધ્યાન રહેતું અને શિયાળાની ઋતુમાં તેઓ છોકરાઓને ખજુર અને ઘી ખાવાનો અત્યંત આગ્રહ કરતા. ઈશ્વર કાકા અને વિઠ્ઠલ કાકા કેરીનો રસ અમને ખુબ ભાવથી ખવડાવતા અને ઘણી વાર લીલા બા એમની જાન ભાર અમને રસ ખવડાવતા.

ભણતર એ જીવનનો પાયો છે એવું અમને  વિઠ્ઠલ કાકા કહેતા અને તેમાં જો અમે પાછા પડીએ તો અમને ચોક્કસ કડક શિક્ષા કરવામાં પાછા પડતા નહિ.જ્યારે મારા ગણિતના વિષયમાં 99માર્ક આવ્યા હતા ત્યારે મને ડીએનના ટાવર નીચે બેસાડી અને જ્યાં સુધી 100 માર્ક ના આવે ત્યાં સુધી વેકેશનમાં ઘરે જવું નહિ એવું કહેવામાં  આવતું હતું.
મારા જીવનની સફળતામાં હું વિઠ્ઠલ કાકાનો સો ટકા ફાળો ગણું છું અને આજીવન તેમનો ઋણી  છું.





ચરોતર એજુકેશન સોસાયટીનો વિદ્યાર્થી 
ડૉ. ભરત  જે.પટેલ