Friday 15 May 2015

મારી યાદોની ડાયરી - ડો. ભરત પટેલ


સો માર્ક ગણિતમાં નાં આવે ત્યાં સુધી વેકેશનમાં ઘરે જવાનું નથી 

વિઠ્ઠલ કાકા નામ પડતાજ યાદોમાં ખોવાઈ જવાય છે. અને બાળપણના દિવસો યાદ આવી જાય છે.વિઠ્ઠલ કાકા એ ખાલી ચરોતર એજ્યુકેશન સોસાયટી માટે જ નહિ પરંતુ ત્યાં ભણેલા તમામ લોકો માટે સીમાચિન્હરૂપ બની ગયા છે. તેઓ તેમાં ભણતા દરેક વિદ્યાર્થીનાં  ભણતર ઉપરજ નહિ પરંતુ સર્વાંગી વિકાસ ઉપર પણ ધ્યાન આપતા હતા.

(ડીએન હાઈસ્કુલ ના મુખ્ય બિલ્ડીંગ આગળ પૂજ્ય વિઠ્ઠલ કાકા)
છોકરાઓને સાયકલ શીખવાડી અને રમત ગમતમાં ભાગ લેતા કરવા,નાટકો જોવા લઇ જતા અને ક્યારેક બહારના લોકોને મદદ કરવા પણ મોકલતા. આમ વિદ્યાર્થી તરીકે મારી ઘણી યાદો ત્યાં સંકળાયેલી છે. 

વિદ્યાર્થીના આરોગ્ય ઉપર તેમનું પુરતું ધ્યાન રહેતું અને શિયાળાની ઋતુમાં તેઓ છોકરાઓને ખજુર અને ઘી ખાવાનો અત્યંત આગ્રહ કરતા. ઈશ્વર કાકા અને વિઠ્ઠલ કાકા કેરીનો રસ અમને ખુબ ભાવથી ખવડાવતા અને ઘણી વાર લીલા બા એમની જાન ભાર અમને રસ ખવડાવતા.

ભણતર એ જીવનનો પાયો છે એવું અમને  વિઠ્ઠલ કાકા કહેતા અને તેમાં જો અમે પાછા પડીએ તો અમને ચોક્કસ કડક શિક્ષા કરવામાં પાછા પડતા નહિ.જ્યારે મારા ગણિતના વિષયમાં 99માર્ક આવ્યા હતા ત્યારે મને ડીએનના ટાવર નીચે બેસાડી અને જ્યાં સુધી 100 માર્ક ના આવે ત્યાં સુધી વેકેશનમાં ઘરે જવું નહિ એવું કહેવામાં  આવતું હતું.
મારા જીવનની સફળતામાં હું વિઠ્ઠલ કાકાનો સો ટકા ફાળો ગણું છું અને આજીવન તેમનો ઋણી  છું.





ચરોતર એજુકેશન સોસાયટીનો વિદ્યાર્થી 
ડૉ. ભરત  જે.પટેલ  

0 comments:

Post a Comment