Monday 25 May 2015

સંગીતની સાથે સુરની વાત

સુરમયી સાંજ સંતુવાદનને નામ

ગુજરાત એ પહેલેથીજ કળા અને સંસ્કૃતિનું ધામ માનવામાં આવે છે, અહીની દરેક વસ્તુમાં આધ્યાત્મિક સંગીત વસેલું છે, બૈજુ  બાવરા,તાનસેન અને તાના-રીરી જેવા મહાન સંગીતજ્ઞો નો પ્રભાવ આ ભૂમિ ઉપર રહ્યો છે.  રાગ એ  સંગીતનો આત્મા સમાન છે, તાનસેન એ રાગ માલકૌંસ ગાઈ  અને તેને શાંત પાડવા તાના-રીરી એ મલ્હાર રાગ ગાયો હતો. બસ આજ પરંપરાને આગળ ધપાવવા માટે આણંદમાં આવેલ ચરોતર એજ્યુકેશન સોસાયટીએ હવેલી સંગીત અને સંતુરવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો.આ કાર્યક્રમ શ્રી સંગીત વિદ્યાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથી તરીખે શ્રી વાગેશ્કુમારજી ની ઉપસ્થિત રહ્યા હતા.



આ કાર્યક્રમ ને વધુ સંગીતમય બનાવવા માટે આણંદ નગરપાલકા ના પ્રમુખશ્રી પ્રજ્ઞેશ ભાઈ  પટેલ અને સીએસ નાં ચેરમેન શ્રી નીરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સંતુર્વદન કાર્યક્રમની વિશેષ માહિતી શ્રી સ્નેહલભાઇ દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સંસ્કૃતમાં તેને શતતંત્રી વીણા કહે છે અને ભારતમાં તેને કાશ્મીરનું લોક સંગીત તરીકે ઓળખવામાં આવે છે. સુફી સંગીતમાં તેનું ઘણું મહત્વ છે. આ સાથે સંતુરવાદન નું સુરમયી વાતાવરણ શરુ થયું હતું.


પુ.પા કાંકરેલી યુવરાજ 108 વાગીશકુમારશ્રીએ  તેમના આશીર્વચનમાં તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આણંદ  અને ખેડા જીલ્લાના સંગીત પ્રેમી લોકો માટે જો સંગીત વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે તો સંગીત સાથેનો સમન્વય થાય અને આખા વિશ્વમાં ડંકો વાગે તેમ છે.તે ઉપરાંત પ્રજ્ઞેશ ભાઈ પટેલ એ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વિશ્વ સંગીત વિદ્યાલયને તન,મન,ધનથી જે પણ મદદ ની જરૂર હશે તે હું અંત:કરણ પૂર્વક કરીશ. અને અંતમાં શ્રી સંગીત વિદ્યાલયના પ્રમુખ શ્રી નૃપતભાઈ દ્વારા સંગીત ક્ષેત્રને અને સંગીત વિદ્યાલયને વધુ આગળ લઇ જવાનો શબ્દ સંકલ્પ આપ્યો હતો અને ઉપસ્થિત મહેમાનનો આભાર માન્યો હતો.  આ સાથેજ એક સંગીતમય કાર્યક્રમનો સુર્મ્યી રીતે અંત આવ્યો હતો.

0 comments:

Post a Comment