Monday, 28 September 2015

શિક્ષકોની પ્રતિભા દર્શાવતો ઉત્સવ-શિક્ષક પ્રતિભા શોધ

વિદ્યાનું મૂળ એટલે શિક્ષક,
વિચારોને ઉગાડવાનું કાર્ય કરે તે શિક્ષક ,
શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતોપ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમતા હોય છેમાતા બાળકને   સંસ્કાર આપે છે,પરંતુ શિક્ષિત કરી અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું કાર્ય  શિક્ષક કરે છેબાળક તેના બાલ્યકાળ માં ઘર કરતા વધારે સમય તેની શાળા માં પસાર કરે છે અને તે સમયે  દરેક પ્રકાર ની કેળવણી બાળક શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છેએકકદરૂપા પથ્થર માંથી સુંદર મૂર્તિ બનાવાનું કાર્ય  શિક્ષક કરે છેએટલે  કહેવાયું છે ને શિક્ષક માટે કે ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાયબલિહારી ગુરુ આપકી જીને ગોવિન દિયો બતાય.વિદ્યાર્થી પાસે ગમે તેટલી અખૂટ શક્તિ કેમ નાં હોય પરંતુ  શક્તિઓને ઉજાગરકરી અને યોગ્ય દિશામાં વાળવાનું કાર્ય શિક્ષક કરે છે. કોલસાને પણ હીરામાં ફેરવી નાખવાની અખૂટ   શક્તિઓ શિક્ષક પાસે રહેલી છે.

શિક્ષક  વિદ્યા અર્પણ કરવાનું એક પાત્ર છે, જ્યારે વિદ્યાર્થી અખૂટ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાએ શિક્ષક      પાસે આવે છે ત્યારે તે વિદ્યા રૂપી અમૃત  વિદ્યાર્થી ને અર્પણ કરી અને જીવન સાર્થક બનાવે છે. આજ 
મુલ્યોને ધ્યાનમાં રાખી અને શિક્ષક ની શિક્ષણ સિવાયની પણ ખૂબીઓને પ્રકાશ નાખવા જ્ઞાનની ગંગોત્રી 
સમાન ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની 
અંદર માત્ર   શિક્ષકોએ  પોતાની શિક્ષણ સિવાયની કલાઓનું દર્શન કરાવાનું હતું

શિક્ષકોને શબ્દોના સ્વામી કહેવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને  કાવ્યપઠન, શીઘ્ર કાવ્યરચના, સલાડ ડેકોરેશન, મહેંદી સ્પર્ધા, નૃત્ય, રંગોળી, ચિત્ર, આરતી ડેકોરેશન એમ જુદી જુદી સ્પર્ધાઓ નું  આયોજન કરવામાં આવ્યું હતું.  અને  જ્ઞાન અને ગમ્મત ના  ઉત્સાહ ને ઉલાસ પૂર્વક પ્રતિસાદ આપવા માટે 850થી900 શિક્ષકોએ જુદીજુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.   ઉપરાંત વિશેષ  પ્રતિભા ધરાવતા 29 જેટલા સ્પર્ધકોને સન્નમાનવામા આવ્યા હતા.  કાર્યક્રમાં મુખ્ય અથીથી તરીકે હાસ્યના ઓડકાર બોલાવી નાખ , જો સાંભળોતો  શબ્દોના ફુવારા તરીકે ક્યા બાત હૈ નીકળી જાય અને વનેચંદ નાં વરઘોડા ફેમ માનનીય શ્રી શાહબુદ્દીન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાઅને વિજેતા શિક્ષકોને રોકડ રકમ   આપી અને ખુબ અભિનંદન પાઠવ્યા હતા

 પ્રસંગ  શુભ પ્રવચન આપતા સંસ્થાના ચેરમેન શ્રી નીરવ પટેલ  જણાવ્યું હતું કે હજુ તો 4 સપ્ટેમ્બરનો શિક્ષક ટેલેન્ટ નો કાર્યક્રમ  મારી આંખો સામે  છે  અને જણાવ્યું હતું કે ચરોતર એજ્યુકેશન સોસાયટી શિક્ષણ કાર્ય ઉપરાંત અહીના શિક્ષકોની પ્રતીભોને ઉજાગર કરવા હંમેશા તત્પર છે, અને શ્રેષ્ઠ શિક્ષકોને  રીતે રોકડ પુરસ્કાર દ્વારા સ્ન્ન્માંનનારી  કદાચ પ્રથમ સંસ્થા હશે. પુરસ્કૃત શિક્ષકો ના નામ નીચે પ્રમાણે છે. 

કાવ્યપઠન 
શૈલેશ એસ વ્યાસ (પ્રથમ), દિપ્તીબેન ચૌહાણ (દ્વિતીય

કાવ્ય રચના સ્પર્ધા 
ખુશાલ સિંધી (પ્રથમ), જીતેન્દ્ર પટેલ( દ્વિતીય) હેલન પિન્ટો (તૃતીય

ગાયન 
શૈલેશકુમાર એસ. બારિઆ (પ્રથમ) , હેતલ એમ. પુરોહિત (દ્વિતીય), જગદીશ પંડ્યા (તૃતીય)

મહેંદી 
તમન્ના કાચવાલા (પ્રથમ), દર્શના ઠાકોર (દ્વિતીય)

સલાડ ડેકોરેશન 
મોનિકા શાહ (પ્રથમ) , ઈશાનીબેન મિસ્ત્રી (દ્વિતીય)

કુકરી
ડૉ. નુસરતબેન કાદરી (પ્રથમ) , મોનિકા શાહ (દ્વિતીય), કનીષા આર. શાહ (તૃતીય)

રંગોળી 
અમીતાબેન,વનીતાબેન,સોનલબેન(પ્રથમ),મંજુલાબેન,બીનાબેન(દ્વિતીય), યમનાબેન,દીપાબેન (તૃતીય)

પેન્ટિંગ 
અલ્પેશભાઈ પટેલ (પ્રથમ) , ડૉ. યજ્ઞેશ પુરોહિત (દ્વિતીય) 

આરતી ડેકોરેશન 
યમનાબેન,દિપાબેન (પ્રથમ), જીનલબેન પટેલ (દ્વિતીય)  મીતાબેન, તૃષાબેન (તૃતીય)


ડાન્સિંગ 
કોમલબેન વસાવા (પ્રથમ)  દર્શનાબેન, કનિષાબેન, યજ્ઞેશ પુરોહિત ગ્રુપ (તૃતીય)

કોલાજ 
હેલનબેન પિન્ટો (પ્રથમ) , ડૉ. યજ્ઞેશ પુરોહિત (દ્વિતીય) 


0 comments:

Post a Comment