મારા જીવનની શરૂઆત જ અહિયાથી થઇ હતી. આજે હું જે પણ કઈ બોલી શકું છું જે પણ સિદ્ધિઓ હાસિલ કરી શક્યો એ ડીએન અને સીઈએસને કારણેજ શક્ય બન્યું છે.અહિયાં મેં મારી બાળપણ ની યાદોને સંગ્રહી રાખી છે.
એ વખતે સ્ટુડનટ યુનિયન નો પ્રેસીડન્ટ હતો. એ વખતે અમે સુનીલ દત્ત ને બોલાએલો એમની સાથેની વાતો , એમના તરફથી મળેલા લેટર આ બધુજ મારી યાદોને વળગીને બેઠું છે. અને આજે એક સાથે પેટી માંથી યાદો નીકળી રહી છે, પરંતુ યાદો ની સાથે મિલન થાય ત્યારે મરીઝ નો એક શેર કહીને શરૂવાત કરવી છે ,કે મિલનની એ ઉચ્ચ વેળા હજો મરીઝ, જ્યારે કહેવું ઘણું છે, પણ કશુજ કહી નથી શકાતું. તેમ છતાં મારે આજે મારી યાદો સાથે મસ્તી કરવી છે, હું એક એવો કિસ્સો કહીશ જે આજ સુધી મને યાદ રહી ગયો છે.
હું જ્યારે 6-બ માં હતો ત્યાર નો એક પ્રસંગ યાદ આવે છે. અમારે દર વખતે છેલ્લો લેકચર કનુભાઈ નો હોય અને ડીએન ને છૂટવાનો ટાઈમ અને કસ્તુરબા કન્યા વિદ્યાલય ને છૂટવામાં પાંચ મિનીટ નો ફરક અને એ વખતે કનુભાઈ જ્યારે પણ આગળ ઉભા રહે એટલે અમને બારી માંથી ડોકાચીયા બહાર ના કાઢી શકીએ. એટલે અમે મિત્રો એ ભેગા થઇ અને નક્કી કર્યું કે અમુક લોકો આગળ બેસે અને થોડાક પાછળ બેસવાનું અને સર ને એવો અહેસાસ કરવાનો કે આગળ બેઠેલા સિન્સિયર લોકો છે પાછળ વાળા જ મસ્તી કરે છે.અને જેવા પાંચ વાગે એટલે અમે બધા બારી માંથી દોકાચીયા ભાર કાઢવા લાગીએ.અને કસ્તુરબા કન્યા વિદ્યાલય છૂટે એટલે અમે કોણીઓ મારી અને કહેતા કે જો જો પેલી ગઈ!! જોકે મને મારી જીવનસંગીની રેશ્મા પણ ત્યાંથીજ મળી છે અને આજે હું જે પણ છું એ એના સપોર્ટ નાં કારણે છું.
હું મારો એક 6-બ નાં વર્ગનો અનુભવ જણાવવા માંગુ છું.એ સમય હતો 1984 ને એ સમયે નવી ભરતી થઇ હશે અને એમના વિષયમાં એ આવ્યા હતા, અને જોગાનુજોગ એમના નસીબ કે અમારા ક્લાસ માં જ એ આવ્યા અને મને જ સૌથી પહેલો પકડ્યો. અને મને કહે ,"ભાઈ ઉભોથા, અને પૂછ્યું ક્યા રહે છે? એટલે મેં કીધું કે અલકાપુરી સોસાયટીમાં 14 નંબરમાં. એટલે એમણે તો એક જ ઝટકામાં કહી દીધું કે આજે સાંજે છૂટીને તારા ઘરે આવું છું. કારણકે હું પાછળ પટેલ સોસાયટીમાં જ રહું છું. એટલે મારી તો ફફડવાની શરુ થઇ ગઈ. એટલે દોડતો ઘરે ગયો અને લોખંડ ની બેગ મૂકી, અને અમારા ઘરની ભાર પિલર છે એની ઉપર 14 નંબર લખેલો છે એટલે માટીને બધું ભેગું કરી અને 14 નંબર લખ્યો હતો એની ઉપર ચોપાડવા લાગ્યો, બધાએ પૂછ્યું પણ ખરું કે અલા આ શું કરે છે? પણ આપણે પાછા બહાના એક્સપર્ટ હતા કહી દીધું કે આતો જસ્ટ રમું છું, મને એટલી બધી બીક લાગી હતી કે હું બીજે દિવસે સ્કુલે પણ નહોતો ગયો.
આ સિવાય કનુભાઈના વર્ગમાં જો લેસન નાં લાવીએતો માર તો પડેજ પણ આખી લોબી વાળવાની સજા પણ આવે.ગાંધી ચોક એ તો હજુ પણ મને યાદ છે.એટલે પછી અમે જાતે જ નક્કી કરી નાખેલું કે મિત્રો એ કે દર ચાર દિવસે એક ફ્રેન્ડ એ જઈ અને ચોક વાળી આવવાનો.
આ સિવાય કનુભાઈના વર્ગમાં જો લેસન નાં લાવીએતો માર તો પડેજ પણ આખી લોબી વાળવાની સજા પણ આવે.ગાંધી ચોક એ તો હજુ પણ મને યાદ છે.એટલે પછી અમે જાતે જ નક્કી કરી નાખેલું કે મિત્રો એ કે દર ચાર દિવસે એક ફ્રેન્ડ એ જઈ અને ચોક વાળી આવવાનો.
બીજી વસ્તુ કે હું જ્યારે અગિયારમાં માં આવ્યો, અને મને જોન્ડીસ થયો હતો એટલે સીએમ પટેલના અમારે એક્સ્ટ્રા કલાસીસ કરવાના હતા, અને મારી લાઈફ માં વળાંક આવ્યો રેશ્મા મારી જીવનસંગીની પણ ત્યાં આવતી હતી. અને આજે હું જે પણ છું એ એના સપોર્ટ નાં કારણે છું.
જોકે મેં એ વખતોમાં ઘણી બધી ટેસ્ટટ્યુબ તોડી હતી. અને એ દિવસો તો ખુબ યાદ રહી જાય એવા છે. હા પણ હું એ સાથે સાથે ભણવામાં પણ ઘણો હોશિયાર હતો , મને દસમામાં એપેન્ડીક્સ નું ઓપરેશન કરાવ્યું હતું ને ત્રીજા જ દિવસે હું ઉભો થઇ અને એક્ઝામ આપવા ગયો હતો અને મને 80 ટકા આવ્યા હતા..એ જમાનામાં આટલા ટકા એ ઘણા કહેવાતા હતા.
નીરવ પટેલ
ચેરમેન,
ચરોતર એજ્યુકેશન સોસાયટી
0 comments:
Post a Comment