Tuesday, 19 May 2015

ચરોતરનું મોતી....!


ઇમાનદારીના પાઠ એ કોઈને ગળથુંતી માં નથી મળતા એતો અનુભવની સાથે આપણે તેનો વિકાસ કરવો પડે છે. આવુજ એક સ્વપ્નું લઈને શ્રી મોતીભાઈ અમીન આવ્યા જેમને સાથ મળ્યો આપણા વ્હાલા વિઠ્ઠલભાઈ નો અને આમ બે તેજસ્વી વ્યક્તિઓનો સાથ કેવા અદ્ભુત પરિણામો લઇ આવે છે તેના વિષે ચાલો આજે વાત કરીએ.

મોતીભાઈ નરસિંહ ભાઈ અમીન 

ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના પરગજુ તથા માનવતાવાદી વલણ ધરાવતા મોતીભાઈ અમીનના હસ્તે વર્ષ 1916 માં થઇ. ચરોતરની ભૂમિ પરના આ આણંદ સહેરને પસંદ કરવા પાછળ તેઓનું એક દીર્ઘ સ્વપ્ન રહેલું કે એક દિવસ આ જ  આણંદ, પ્રદેશનું એક કેન્દ્રબિંદુ બની રહેશે.  આજે  ચરોતર એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ  તેઓની દીર્ઘદ્રષ્ટિ અને સ્વપ્નની  પૂર્ણતા ના પુરાવા રૂપે છીએ, જેઓ બધા જ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગે ઉતીર્ણ થઇ સ્નાતક થાય તેવી મહેચ્છા ધરાવતા હતા. મહાત્મા ગાંધી તેમને લાડકવાયા સંબોધન રૂપે ચરોતરનું મોટી કહેતા હતા.  

સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે જ્યારે આણંદમાં આવતા હતા ત્યારે તેઓ યુવાન અને ઉત્સાહી ડી.એન. ના વિદ્યાર્થીઓને મળતા હતા અને તેઓને સંબોધિત કરતા હતા. કુશળ સંચાલકોથી સંચાલિત થતી આ ચરોતર એજ્યુકેશન સોસાયટી અને ડી.એન. એકબીજાના પર્યાય બન્યા.જરૂરિયાતના વ્યાપ પ્રમાણે આજ ચરોતર એજ્યુકેશન સોસાયટીનો વ્યાપ અનેક સંસ્થા સ્વરૂપે થયો અને તે એક વટવૃક્ષ બની.

ચરોતર એજ્યુકેશન સોસાયટી

અત્યારે 41 એકરમાં ફેલાયેલી 12 શાળાઓ અને 11 કોલેજ ધરાવતી સી.ઈ.એસ. એ 27 વિદ્યાર્થીઓથી શરુ થઇ હતી. પરંતુ વર્ષના અંતે જ  તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ ગણી થઇ ગઈ હતી.અને એક સર્વે પ્રમાણે 104 વિદ્યાર્થીઓ વર્ષના અંતે થયા હતા. વાસણ માંજવા, કપડાં ધોવા, પટાંગણ સ્વચ્છ રાખવું, પાણી ભરવું તથા માળીકામ કરવું- દરેક કામ કરવાનું શિક્ષણ આપવામાં આવતું હતું.
અહી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રમતા અને શારીરિક શ્રમના ભાગ સ્વરૂપે વૃક્ષો વાવતા, મેદાનમાં માટીથી પુરણ કરતા વગેરે દ્વારા શરીરને મજબુત કરતા.


સી.ઈ.એસ. ની શરૂઆતમાં તે ઈશ્વરભાઈ પટેલના ભાઈ શ્રી વિઠલભાઈ પટેલ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. ઈશ્વર ભાઈ પટેલ કે જેઓ ઘણી બધી  આંતરરાષ્ટ્રીય યુનીવર્સીટી માં ઉપકુલપતિ તરીકે રહી ચુક્યા છે અને એ ઉપરાંત ઘણી બધું ગુજરાતની યુનીવર્સીટીમાં  પોતાના જ્ઞાન  અને આવડત નો લાભ આપી અને ઉપકુલપતિ સ્વરૂપે ફરજ આપી હતી.  

સમયની સાથે સાથે પ્રખર લોકોના હાથમાં કમાન આવતી ગયી અને  સીઈએસનો વિકાસ થતો ગયો. એ પછી તેનો ઘણો બધો વ્યાપ વધતો ગયો. અને તેનો વિસ્તાર આજે મોગરી સુધી વિસ્તરેલો છે. અને તેની ડાળીઓ સમાન જુદીજુદી વિદ્યા શાખાઓ અસ્તિત્વમાં છે.




0 comments:

Post a Comment