Monday, 29 June 2015

મિત્રતા : મારી તમારી ને આપણા સૌની ....

દ્વારકા થી સુદામા કૃષણ ને ફોન કરે છે અને સામે થી જવાબ મળે છે કે યહ ઋટ કી સભી લાઈને વ્યસ્ત હૈ. થોડા સમય પછી પોતાના પ્રિય મિત્ર સુદામા નો ફોન જોઈ અને કૃષણ સામેથી ફોન કરે છે સુદામા પૂછે છે કે તારો ફોને કેમ આટલો વ્યસ્ત આવે છે ત્યારે કૃષણ જવાબ આપે છે કે ભાઈ બધા મારી સાથી આજકાલ  માંગવા આવતા હોય છે આપણી દોસ્તી તો સદાકાળ છે અને માટે આપણે શાંતિથી મળીએ.

વાત ને ધ્યાનમાં રાખી અને સીઈએસ શતકોત્તસવ ની શરૂઆત કરી હતી. અને વિદેશ અને અહિયાં રહેતા મિત્રો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કર્યું હતું. એવે વાખેતે ઘણા વિદ્યાર્થીઓ યાદ કરાવ્યું દોસ્તી ના કાવ્યો શાયરી અને ગુલાબો આપીને વેચાતા નથી એતો દીલ માં સેવ રાખવાના હોય અને જરૂર આવ્યે   તે મિત્રતા માટે આપોઆપ નીકળતા હોય છે . ફેસબુક મિત્રતા ને મોર્ડન બનાવી અને ફ્રેન્દ્લીસ્ટ  નામની કોઠરી  માં સમાવી દીધી છેજીમ મોરિસન એમ કહે છે કે જે મિત્ર આપણે જેવા હોઈએ એવા બનવાની સ્વતંત્રતા આપે વો હે યાર અપના ....


ફ્રેન્ડઝ આર ઓલ્વેઝ મેટ  ફોર ફન કેટલાક મિત્રોનું આગમન ઇલેક્ટ્રિકસીટી  ની જેમ થાય છે એમના આગમન થીજ આપણા ડેલી ટેન્શન લાઈટ થયી જતા હોય છે અને આપણે હેપ્પી થયી જતા હોઈએ છેઅત્યારે સીઈએસ થી દુર છતાં હ્રદય સીઈએસ માં હોય   એવા ઘણા લોકો છે ઓફીસ અને સામજિક બંધન નાં કારણે બંધાઈ ગયા છે. બધાને માંથી મુક્ત્ત થઇ અને યાદો ની સાથે વાતો કરવાનો ચાન્સ સીઈએસ આપ્યો છે.

આજકાલ મિત્રો મળે ત્યારે એના સ્ટેટસ મળતા હોય છે તેની ડીગ્રી અને સેલરીના લેબલો મળતા હોય છે એક બીજાના ઘર ની  નેમપ્લેટ મળે છે એક વખત માં કીટલી અડધી કટિંગ ચા પીતો અને પૈસાની કટકીઓ વિષે વાત કરતો મિત્ર કોર્ટયાર્ડ મેરીઓટ જેવી મોટી હોટેલ સિવાય મળતો નથી ફાઈવ સ્ટાર નું હાઈજેનીક ફૂડ તેને ફાવે છે તેને ક્યા ખબર રહી હોય છે કે પણ એક દિવસ કીટલી ચા પીતો પીતો એના મિત્ર સાથે ગપ્પા મારતો હતો અને પેલી નોન હાઇજેનિક વસ્તુઓ ખાતો ખાતો મોટો થયો છે બધીજ વાતો ને યાદ અપાવા માટે  ચાલો ફરી શાળાએ જઈએ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.



મિત્રતા ના પાઠ ભાણાવવા માટે સુદામા ને કોઈ ફેસબુક ની જરૂર નહિ પડે મિત્રો શોધાય નહી એતો આપોઆપ મળીજાય .... આવાજ કોઈ સીઈએસ ના મિત્રને તમે ઓલ્કોછો તો લાખો અમને તમારી મિત્રતાની વાતો.
આમ ,મિત્રતા ના યાદગાર વર્ણનો ઉભા કરવા , પેલા બંક મારવાની મજા અને સજા યાદ કરવી, પરીક્ષામાં પકડાયેલી કાપલી ને વિઠ્ઠલ કાકા ની યાદો ને વાગોળવી બધુજ શતકોત્તસવ દરમ્યાન સીઈએસ કરી રહી છે. જો તમને પણ આવી યાદો ને વાગોળવી હોય તો આવો સીઈએસ.


નિ:સ્વાર્થ મિલન મિત્રોનું નિષ્ફળ માન્યું
સાચું જે સુચન મળ્યું તે નિર્બળ માન્યું
દુનિયા ના અનુભવ થી મળી છે નજર
પાણી ને ઘણીવાર મેં મૃગજળ માન્યું
- મરીઝ


ફૂલ નહિ તો ફૂલની પાંખડી

સીઈએસ એ કરેલા જુન મહિનાના કાર્યક્રમોની  ટુંકી રજૂઆત 

ભગવદ્દ ગીતામાં એક સરસ શ્લોક છે, કર્મણ્યે વા ધીકા રસ્તે માં ફલેષુ કદાચન. કર્મની આશા રાખ્યા વગર કાર્ય કરતા જાઓ ફળ અચૂક મળશે. સીઈએસ મહિનામાં ઘણા બધા સમાજસેવાના  કાર્ય કરી અને બીજી સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

વૃક્ષના  મુળિયા કાપી નાખીએ તો એનું શું અસ્ત્તિવ રહે? પરંતુ તેમ છતાં સમાજમાં કેટલાક લોકો  પોતાના પગ ઉપર કુહાડી મારી અને પોતાને જે સંસ્કાર આપ્યા હતા એવા માં-બાપ ને   વૃધાશ્રમ માં મૂકી આવે છે. જેણે દુનિયાના બધીજ મુશ્કેલીઓને પોતાના દીકરા-દીકરીઓ થી બચાવાના પ્રયત્નો  કર્યા હતા એવા માં-બાપ ને છેવટે વૃદ્ધાશ્રમ નો રસ્તો પકડવો પડતો હોય છે. આવે વખતે તેઓ ખુબ સોરાતા હોય છે. સીએસે તેમને સથવારો આપી અને વૃદ્ધાવસ્થામાં  ટેકો આપ્યો હતો. ઉપરાંત શારીરક રીતે થોડીક  ખોડપણ ધરાવતા બાળકો સાથે સમય કાઢી અને તેમને માનસિક સહારો આપ્યો હતોઅને એજ વખતે એક દંપત્તિ ની  55મી  લગ્નતારીખ ફરીથી ઉજવી હતી. વખતે દરેક ની આંખોમાં ખુશીઓનો પાર રહ્યો નહોતો.  

સમાજને દાખલો બેસે તેવી વાત તો હતી કે ઉજવણી અને ત્યારબાદનું પ્રીતિભોજન  ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન ઇન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનના વિદ્યાર્થી  હર્ષ દલવાડી અને સંસ્થાના સહકારથી આપવામાં આવી હતી. ગયા મહીને 'આનંદ ધામ' ની મુલાકાત થી તે એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે માસનો બધો ખર્ચ તેમણે પોતે ઉપાડી લઇ અને  સાચા અર્થમાં વૃદ્ધોનો સથવારો બન્યા હતા

ઉપરાંત જુન મહિના ની શરીઆતમાં ગામડી ખાતે અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યક્રમ પણ યોજાઈ ગયો હતો.આજકાલ અંધશ્રદ્ધાના નામે જે લોકો પૈસા ખંખેરે છે તેનાથી દુર કરવા માટે ની સૌથી સફળ પહેલ હતી. કાર્યક્રમમાં દરેક પ્રયોગ ને વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરી અને સિદ્ધ કરવામાં આવ્યું હતું કે અંધશ્રદ્ધા જેવું કઈ નથી. જે સંત લોકો જાદુ કહે છે તેવું કઈ નથી હોતું ખાલી એક આભાસ હોય છે તેમ અંધશ્રદ્ધા  નિર્મુલન કાર્યક્રમની  જાણકારી આપના ડૉ. શ્રી અનિલભાઈ પટેલ કહ્યું હતું

ગાયન,વાદન અને નૃત્ય ત્રણે નો સમન્વય થાય એટલે સંગીતની ઉત્પત્તિ થાય આથી સીઈએસ  એ  શતકોત્સવ ની શરૂઆતમાં સંગીત એકેડમીની શરૂઆત કરી હતી.   સંગીત એકેડેમી દ્વારા  મેં મહિનામાં સુરની સાધના કરી  શકે તે અવસરે એક સંગીત સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.  અને એક મહિના દ્વારા સંગીત ની સાધના થકી કેટલું શીખ્યા તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ડીએનની  સૌથી સંગીતમય જગ્યા જ્યાં સુર દરેક જગ્યાએથી શબ્દોની સુગંધ ફેલાવે છે એવા  મંદિરમાં રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી નીરવભાઈ પટેલ , શ્રી કેતનકુમાર પટેલ હાજર રહ્યા હતાઅને સુરમયી રજુઆતનો  લ્હાવો લેવા માટે અતિથી વિશેષ તરીકે  શ્રી ચિંતન ભાઈ પટેલ કે  જેઓ  ના ડીએનએ માં શાસ્ત્રીય સંગીત વણાઈ ગયું છે  તથા જાણીતા કથક કલાકાર શ્રી ટીના બહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  



ગુરુજનો જેમણે  આખા મહિના દરમ્યાન સંગીતના સૂરોથી જાણકાર કર્યા  હતા તેમને સર્ટીફીકેટ અને સન્નમાનીત કરવામાં આવ્યા હતા ઉપરાંત જેમને સંગીત ની કળા હસ્તગત છે અને  બીજાને શિક્ષણ આપ્યું છે તેવા,ગુરુજનો જેમણે  આખા મહિના દરમ્યાન સંગીતના સૂરોથી જાણકાર કર્યા  હતા તેમને સર્ટીફીકેટ અને સન્નમાનીત કરવામાં આવ્યા હતા



સ્વચ્છતા ત્યાં પ્રભુતા. વાક્યને સાર્થક કરવા અને સ્વચ્છતા અભિયાન ને આગળ વધારવા માટે સીઈએસ  24 જેટલી પ્રતિમાઓ ને સ્વચ્છ કરી અને સુતર ની આંટી  પહેરાવી હતી. વખતે સંસ્થાના ચેરમેન શ્રી નીરવ ભાઈ અને મંત્રી શ્રી કેતન કુમાર બહુ સરસ વાત કરી હતી કે સ્વચ્છ સમાજ નાં  નિર્માણમાં  ઝાઝી વાર નહિ લાગે કારણકે હવે યજ્ઞમાં લોકભાગીદારી  વણમાંગી મળી ગઈ છે.



યોગ એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે, યોગ એ ભોગ મુક્ત્તી નું સાધન છે,એ વાત ઘણા વર્ષોથી લોકો  જાણે છે. અને સૌથી પહેલા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સીઈએસ એ પણ તેમાં સહકાર આપ્યો હતો. શાળાના  75 એનસીસી  નાં વિદ્યાર્થીઓ એ યોગ દિવસ નિમિત્તે જુદા જુદા યોગાસનો દ્વારા  યોગ  જ્ઞાન નો પરિચય આપ્યો હતો.
આમ જુદા જુદા કાર્યક્રમો થી જુનમાં લાગણી નો દરિયો ઉભરાઈ જાય એટલા સારા પ્રતિભાવ પ્રાપ્ત થયા હતા બદલ ચરોતર એજ્યુકેશન સોસાયટી આપ સર્વે લોકોનો આભાર વ્યક્ત કરે છે.