સથવારો હાથથી...... સથવારો સાથથી......
સથવારો હ્રદયથી.... સથવારો સંબંધથી....
જેઓ કદી કોઈના પથદર્શક સંવર્ધક અને છત બન્યા હતા આજે તેમને જરૂર છે કોઈના સથવારાની અને આ સથવારો આપ્યો હતો ચરોતર એજ્યુકેશન સોસાયટીના પરિવાર લોકોએ. જ્યારે માં-બાપને તરછોડી અને તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે , ત્યારે વૃદ્ધ લોકોને માનસિક સહારાની ઘણી જરૂર હોય છે . એ વખતે ચરોતર એજ્યુકેશન સોસાયટી એ 'સથવારો' નામના કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ગયા મહીને આનંદ ધામ માં રહેતા દંપત્તિ ની 55મી વર્ષગાંઠ ઉજવી અને વૃક્ષારોપણ કર્યું હતું. પંચાવન વર્ષ પહેલા જે રીતે લગ્નગ્રંથીથી જોડાયા હતા એ જ રીતે ફરી એક વખત હાર પહેરાવી અને ખુશીઓના બંધનમાં જોડાયા હતા. એ વખતે શ્રી નીરવ ભાઈ એ કહેલી એક વાત પણ યાદ આવી જાય છે કે જેના માટે આજે પ્રત્યેક ક્ષણ સર્જાઈ છે એવા આનંદ ધામના વડીલોને અમે કશુક આપવા નહિ પરંતુ મેળવવા આવ્યા છે અને તે છે આત્મસંતોષ. અમારે તેમને ભેટ આપવી છે સમયની. જે ભવિષ્યમાં મને તેમના હ્રદય સાથે જોડીને રાખશે.
ગયા મહિનાની જેમજ આ વખતે શ્રી અશોકભાઈ મહેતા અને શ્રીમતી ભારતી બહેને તેમની 32મી વર્ષગાઠ ઉજવી હતી.અને વૃક્ષારોપણ કર્યું હતું. ગયા મહીને જે ઉજવણી કરી હતી એના વિડીઓ બતાવી અને વૃદ્ધ આંખોમાં જોશ ભર્યો હતો.
સમાજને દાખલો બેસે તેવી વાત તો એ હતી કે આ ઉજવણી અને ત્યારબાદનું પ્રીતિભોજન ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન ઇન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનના વિદ્યાર્થી હર્ષ દલવાડી અને સંસ્થાના સહકારથી આપવામાં આવી હતી. ગયા મહીને 'આનંદ ધામ' ની મુલાકાત થી તે એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે આ માસનો બધો ખર્ચ તેમણે પોતે ઉપાડી લઇ અને સાચા અર્થમાં વૃદ્ધોનો સથવારો બન્યા હતા.
0 comments:
Post a Comment