Saturday, 27 June 2015

સૂરને કાંતવાની કળા -સંગીતનો રંગોત્સવ

આજકાલ સંગીતનું મહત્વ ઘડીએને પગલે વધી રહ્યું છે. લોકો નાદ ચિકિત્સા દ્વારા સંગીત થી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે છે. સંગીત એ હવે રાગ અને તાલની વચ્ચે નાં રહેતા બધીજ સીમાઓને પાર કરી અને જેઝ,પોપ ,લોક, ફોક  સંગીત દ્વારા  ફરીથી યુવાન બની ગયું છે.  



ગાયન,વાદન અને નૃત્ય એ ત્રણે નો સમન્વય થાય એટલે સંગીતની ઉત્પત્તિ થાય.  સુગમ ગીત અને સુગમ શબ્દનું મહત્તવ સીઈએસ પહેલેથીજ જાણે છે. એટલે તેમણે  શતકોત્સવ ની શરૂઆતમાં જ સંગીત એકેડમીની શરૂઆત કરી હતી.  આ સંગીત એકેડેમી દ્વારા  મેં મહિનામાં સુરની સાધના કરી  શકે તે અવસરે એક સંગીત સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.  અને આ એક મહિના દ્વારા સંગીત ની સાધના થકી કેટલું શીખ્યા તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એ ડીએનની  સૌથી સંગીતમય જગ્યા જ્યાં સુર એ દરેક જગ્યાએથી શબ્દોની સુગંધ ફેલાવે છે એવા  મંદિરમાં રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી નીરવભાઈ પટેલ , શ્રી કેતનકુમાર પટેલ હાજર રહ્યા હતા. અને સુરમયી રજુઆતનો  લ્હાવો લેવા માટે અતિથી વિશેષ તરીકે  શ્રી ચિંતન ભાઈ પટેલ કે  જેઓ  ના ડીએનએ માં જ શાસ્ત્રીય સંગીત વણાઈ ગયું છે  તથા જાણીતા કથક કલાકાર શ્રી ટીના બહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  

ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય. આવીજ બાબત ચાણક્ય એ પણ કહી હતી કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો , પ્રલય અને નિર્માણ એના ખોળામાં  રમે છે. આમ આવા ગુરુજનો જેમણે  આખા મહિના દરમ્યાન સંગીતના સૂરોથી જાણકાર કર્યા  હતા તેમને સર્ટીફીકેટ અને સન્નમાનીત કરવામાં આવ્યા હતા. 

જેમાં રીચા બી પટેલ, આશિષ મેકવાન , પૂજન દવે, પૂજન દવે, પંક્તિ કે શાહ, મેગ્નેશ રોબર્ટ, સંજયકુમાર સુથાર, અભિલાષ મહેતા , જયેશ દરજી, દુષ્યની પારેખ વગેરેઓનું  સન્ન્માન કરી અને તેમની કલાને બિરદાવામાં આવી હતી.. સમગ્ર સમર કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીઓમાં આવેલા પરિવર્તનને જોઈ અને પ્રોગ્રામ કૉઓર્ડિનેટર ડૉ. શ્રી નિખીલભાઈ પટેલ સાથે ચેરમેન શ્રી નીરવભાઈ પટેલ એ ખુશી વ્યક્ત કરી હતી. 

0 comments:

Post a Comment