બંક મારવાની સજા,
મસ્તી કરવાની મજા,
ટીચરના ટુંકા નામ અને,
લાંબા બહાના વિદ્યાર્થીના.
ચાલો જઈએ યાદોની સાથે વાતો કરવા
મારે એક વાર ફરીથી શાળાએ જવું છે, એ કલાસરૂમમાં બંધ પેલી યાદોને ફરીથી ખોલવી છે. એ પંખા વગરના ક્લાસમાં બધાય ડીગ્રીના લેબલો ભૂલી અને મિત્રો સાથે બંક મારવો છે એ બંક મારી અને પકડાઈ જવા પણ મારે એક વાર મારી શાળાએ જવું છે. આજે જ્યારે એસીની ઠંડક કરતા એ પંખાનો આવતો અવાજ મને વધુ પસંદ છે એ બધું અનુભવવા માટે મારે એકવખત ડીએનમાં મારે એક વાર શાળાએ જવું છે. બસ , આ બધી જ લાગણીઓને વાચા આપવાનું કાર્ય ડીએન એ કર્યું.
ફરી શાળાના પટાંગણ પર નામના કાર્યક્રમ દ્વારા ચેરમેન શ્રી નીરવ ભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનકુમાર પટેલ અને સંસ્થાના સૌ પરિવાર સભ્યોએ શૈક્ષણિક સંસ્થાનું માહાત્મ્ય દર્શાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન કરનારી આ પ્રથમ શાળા બની હતી.
આ કાર્યક્રમ દરમ્યાન જુદી જુદી પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર સૌ પ્રથમ નીરવ ભાઈ સાઈકલ ઉપર બેસી અને ડીએનનાં સ્કુલ ડ્રેસ માં શાળાએ આવ્યા હતા. આ જોઈ અને લોકોના કૌતુક નો પાર રહ્યો નહોતો. ચેરમેન ને ભાગ્યેજ ટુ વ્હીલર પર જોતા આણંદવાસીઓએ તેમને સાઈકલ ઉપર જોયા હતા. ત્યાર પછી જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. રાત્રે લોકોને હોસ્ટેલમાં જ ઉતારો આપવામાં આવ્યો હતો. વર્ષો પછી ભેગા થયેલા લોકોએ યાદો કી બારાત પ્રોગ્રામમાં પોતાની યાદગાર ક્ષણોને વાગોળી હતી.
પુરીની ખાવાની સ્પર્ધા કરવાની હોય કે પછી બંક મારવા માટેના તુક્કાઓ હોય, તોફાની ટોળકી તરીકેની છાપ હોય કે ગાંધી ચોક વાળવાની સજા આ બધુજ મોદી રાત સુધી યાદ કરી અને લોકો ભૂતકાળમાં સારી ગયા હતા.
બીજે દિવસે સવારે પ્રભાત ફેરી સાથે કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.
બધા લોકોએ બરાબર સમયે પહોચી ગયા હતા. વર્ષો પહેલા ક્લાસના જે નામ હતા તે જ નામ એક વાર ફરીથી આપવામાં આવ્યા હતા. જેમાં ગાંધીચોક,વિનીતવર્ગ ,બ્રહ્મચર્યાશ્રમ જેવા વૈવિદ્યસભર નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષો પહેલા ક્લાસરૂમમાં કરેલી મસ્તી મજાક પોતાના મિત્રને કોઈ ખાસ નામ બોલાવી અને એ નામ સાથે મસ્તી કરી હતી. કેટલાકે જોકે એ માટે અંગુઠા પણ પકડવા પડ્યા હતા. આ ઉપરાંત એ વખતે આવતા સોડા વાળા ભાઈ, પાણીપુરીની લારી વગેરે પણ રીસેસમાં બોલાવી રાખ્યા હતા. અને મન માણીને લોકોએ એ નાસ્તો કર્યો હતો.
આ જ દિવસે કાર્યક્રમની અંતમાં જેણે સૌથી જૂની સ્મૃતિ ડીએન સ્કુલની સાચવી રાખી હોય એને એક હજાર રૂપિયાનું ઇનાપ પણ આપવામાં આવ્યું હતું. અને આ જ સાથે ફરીશાળાના પટાંગણ કાર્યક્રમનો નો હર્ષભેર અને ઉત્સાહની બેટરી રીચાર્ગ કરી અને ફરીવાર મળવાનું વચન આપી અને પૂર્ણ થયો હતો.
0 comments:
Post a Comment