Tuesday, 25 August 2015

રમતોત્સવ- વિસરાતી રમતોને ઉજવવાનો અવસર



બેટા, થોડુક જમી લે અને પછી તું બેસ, તને ખબર છે આનથી તારી આંખોને કેટલું નુકસાન થશે?   આવી વાતો આજકાલ સૌથી વધારે માતાપિતાના મોઢે સાંભળવા મળતી હશે. આજકાલ વર્ચ્યુલ ગેમ્સનું મહત્વ ઘણું વધતું ગયું છે. સાયકોલોજીસ્ટ ના મતે આવી ગેમ્સ થી વિદ્યાર્થી કાળથી બેક પેન નાં પ્રશ્નો બાળકમાં આવવા લાગે છે તથા બીજા લોકો સાથે આઈ કોન્ટેક્ટ ઓછો થઇ જાય છે.  આવી ઓનલાઈન ગેમ્સ નાં કારણે લાગણીઓ નું કે સ્પોર્ટ્સમેન સ્પીરીટ જે પહેલા બહાર રમતી રમતો કે જૂથ રમતો વખતે જે  સ્પર્ધા કરતા મિત્રતાનું શેરીંગ થતું હતું તે હવે બંધ થઇ ગયું છે, હવે તો ખાલી ગુસ્સો વધારતી કે પછી એક બીજા કરતા ચડિયાતા સિદ્ધ કરવાની રમતો ઉપલબદ્ધ છે. વખતે રમાતી જૂથ રમતો આપણને  કોઈક ને કોઈક સંદેશો આપતી જતી હતી અને આપણા પોતાના જીવનમાં શારીરિક કે માનસિક વિકાસ કરતી હતી

આજકાલ હૂફ ને હાંફ ચડી ગયો છે, આપણે ટચ સ્ક્રીન મોબાઈલની જનરેશન બની ગયા છે, અને એમાં લાગણીઓને તથા જમીન સાથેનો ટચ છૂટી ગયો છે. હવે આનંદ ઓનલાઈન રહીને  ખબર-અંતર પૂછીને હૂંફને ભ્રમમાં રાખવાનો છે. આજે પણ યાદ છે કે સતોલીયાના સાત પથ્થર શોધવા કેટલી મહેનત કરતા અને ક્યારેક જો દડો જોરથી વાગી જાયતો કેટલા લાગણીવશ થઇ જતા, આજ વાત આપણને જૂથ રમતો શીખવાડી જાય છે.

આમ જોઇએતો લીંબુ ચમચો કે જે ચમચી પર લીંબુ મૂકી અને એક નક્કી કરેલી સીમા સુધી પહોચ્વાનું હોય છે, વખતે રમત સંદેશો આપી જતી હતી કે ધ્યાન પોતાના લક્ષ ઉપર રાખવાનું અને માટે કરવા પડતા કાર્ય માટે સતત કાર્યરત રહેવું , જો જરાક પણ ધ્યાન ચુક્યું તો લક્ષ આપણા હાથ માંથી ચુકી ગયું.
આવી રીતે ઘણી રમતો જેમકે દેડકા કુદ જેનાથી   આખા શરીર ની કસરત થાય છે અને પેટ ને લખતા પ્રશ્નો પણ દુર થાય છે, આવી વિવિધ રમતો છે જેનું મહત્વ ઘણું છે. 

રમતો નું મહત્વ સમજી અને ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા દેશી રમતોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વિવિધ જૂથ રમતો દ્વારા બાળપણ ના દિવસોને ફરીથી યાદ કરી અને ફરીથી રમતોને ઉજવવામાં આવશે. રમતો ની અંદર મુખ્યત્વે ૨૦ મીટર દોડ, નદી કે પર્વત અને બટાકા વિણ  મગદળ, સિક્કા ફેંક અને દેડકા કુદ જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રમતો જુદા જુદા વિભાગમાં યોજવામાં આવી છે જેની અંદર ધોરણ 1 ના બાળકોથી લઇ અને 45થી 59 વર્ષના લોકો પણ જૂથ રમતોમાં ભાગ લેશે. લંગડી દાવ એતો સૌનો પ્રિય ખેલ હતો તથા માટલા ફોડમાં તો ડંકો વાગતો આવી બધી રમતો રમાવાની છે અને સ્પર્ધમાં જે પણ જીતશે તેને સરસ ઇનામ પણ અપાશે.

સાથે સાથે મોગરી કેમ્પસના વિદ્યાર્થીઓ ભવ્ય પીરામીડ બનાવી અને પોતાના કરતબોનું પ્રદર્શન કરશે. વખતે જાણેકે હમ કિસીસે કમ નહિ કહેતા અંબાલાલ બાલશાળાનાં વિદ્યાર્થીઓ એક કાઉન્ટ ઉપર સમૂહ વ્યાયમ કરી અને લોકોને આશ્ચર્ય ચકિત કરી નાખશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા શિક્ષણ અધિકારી આણંદ તથા ડીએસઓ રમતગમત વિભાગ આવાના છે તમે પણ આવો અને ઉજવો હ્રદયનો રમતોત્સવ 

રમતોત્સવ દરમ્યાન રમાવાની રમતોની માહિતી 

શ્રેણી ૧ – (Category 1)

૨૦ મીટર દોડ, નદી કે પર્વત અને બટાકા વિણ ( 20 Mtrs Race, River or Mountain and Collect the Potatoes)

શ્રેણી ૨ – (Category 2)

૨૦ મીટર દોડ અને દડા ફેંક (20 Mts Race and Ball Throw)

ધોરણ – ૧ (Std - 1)

૫૦ મીટર દોડ, રીલે મગદળ, સિક્કા ફેંક અને દેડકા કુદ (50 Mts Race, Throwing the Coins and Frog Jump Race)

ધોરણ – ૨ (Std - 2)

૫૦ મીટર દોડ, બટાકા વિણ, ફુગ્ગા ફોડ અને સિક્કા ફેંક (50 Mts Race, Collect the potatoes, Balloon Race and Throwing the coins)

ધોરણ – ૩ (Std - 3)

૭૦ મીટર દોડ, દોરડા ખેંચ, લીંબુ ચમચી અને સિક્કા ફેંક (70 Mts Race, Tug of War, Lemon and Spoon and Search the Coins)

ધોરણ – ૪ (Std - 4)

૧૦૦ મીટર દોડ, લંગડી, માટલા ફોડ અને કોથળા દોડ (100 Mts Race, One Legged Race and Sack Race)

ધોરણ – ૫ (Std - 5)

૧૦૦ મીટર દોડ, દોરડા ખેંચ, લાકડી ઘોડા દોડ અને ત્રીપગી દોડ (100 Mts Race, Tug of War, Wooden Horse Race and Three Legged Race)



Time : 08 : 00 : AM 
Venue : D.N. Ground, D N Campus, Anand





0 comments:

Post a Comment