Monday, 31 August 2015

ત્રણ પેઢીનો સીઈએસ સંબંધ - પ્રજ્ઞેશ પટેલ


અમે સ્કુલ શરુ થાય એના બે કલાક પહેલા જ પહોચી જઈએ અને એટલું બધું રમીએ કે સ્કુલ શરુ થાય બાર વાગે એ વખતે અમારા બાર વાગી ગયા હોય! આ વાક્યો છે, આણંદ નગરપાલિકાના પ્રમુખ અને સીઈએસ નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલનાં.  ચાલો વાંચીએ એમના જ અનુભવો.

મારો ભાઈ મારાથી ત્રણ વર્ષ મોટો અને ભણવામાં સખ્ત સિન્સિયર. જે પણ આપ્યું હોય એના કરતા બે ગણું વધારે જ કરીને આપે. સૌથી રેગ્યુલર વિદ્યાર્થી, બનવામાં કે ઘરકામ બધુજ જ સમયસર થાય.  અને એના બિલકુલ વિરોધી ગુણો અમારામાં જોવા મળે.  કઈ પણ કહ્યું હોય તો પણ  કોઈ દિવસ ઘરેથી હોમવર્ક કરીને નહિ  લાવવાનું. અને છતાં માર પડે મોટા ભાઈને. કારણકે એને એમ કહેતા કે ભાઈ, તારો નાનો ભાઈ હોમવર્ક કરીને નથી આવ્યો તારાથી ધ્યાન ના રખાય?  ઉષા બહેન અમને ભણાવવા આવે એ વખતે મને ક્લાસ નો મોનીટર જ બનાવી નાખે. એટલે આપણે તો પેલા હોમવર્ક નાં કરતા હોઈએ એણે બીજાનું હોમવર્ક ચેક કરવાનું, કવિતા મોઢે કરી છે કે નહિ એ યાદ કરાવવાનું. એ વખતે એટલી બધી આ કેમ્પદ્માં મજા કરી છે કે એની કોઈ વાત જ નાં થઇ શકે.

આ કેમ્પસ એ એટલું જ મને શીખવાડ્યું પણ છે. શિક્ષકોનું સન્માન કઈ રીતે કરવું,વડીલોને માં આપવું એવા ઘણા સંસ્કારોનું વૃક્ષારોપણ એ ડીએન એજ કર્યું છે.અને એટલે જ અહિયાં ત્રણ પેઢીની યાદો જોડાયેલી છે. મારી મમ્મી,હું અને મારી વાઈફ તથા મારા છોકરાઓ પણ અહિયાં જ ભણે છે. આમ સીઈએસની કોઈ જ સરખામણી પણ શક્ય નથી આજે જે કઈ પણ છું એ સીઈએસને આભારી છે.

0 comments:

Post a Comment