Skill Development and Employment Fair was inaugurated by Dr Sandhya Bhullar IAS, Director, Employment and Training , Govt. of Gujarat |
ગુજરાતી ભાષા પાસે કહેવતોનો ખજાનો છે. અને તે દ્વારા જ્ઞાન સાથે ગમ્મત કરતા ઘણી વસ્તુઓ શીખી જવાય છે. ગુજરાતી કવિ અખા ભગત એતો બહુ સરસ કીધું હતું કે, એક મૂરખ ને એવી ટેવ પથ્થર જોતા પૂજે દેવ,આવી પંક્તિ ના રચયેતા અખો જ પોતે પોતાના ગુરુ બન્યા હતા . એ વખતે ઘણા બધા ગુરુઓ એ બધાને શિક્ષણ આપવામાં નાનપ અનુભવતા હતા. પરંતુ અત્યારે માહિતીના યુગમાં દરેક વ્યક્તિ એક બીજા સાથે સતત માહિતીની આપલે કરતા રહે છે ,જેનાથી વધુ ને વધુ સફળતાના ઉચ્ચ શિખર સર કરી શકાય અને વધુ માહિતી પ્રાપ્ત કરી શકાય. હાલના માહિતીના યુગમાં લોકો પોતાની કારકિર્દી અંગે ઘણા સજાગ બન્યા છે, ત્યારે કૌશલ્ય મેળાનું આયોજન એ ઘણું જ લાભકારક બનતું હોય છે.
આ માટે જ ચરોતર એજ્યુકેશન સોસાયટીના શતકોત્સવ નિમિતે તારીખ :૨/૮/૨૦૧૫ થી ૪/૮/૨૦૧૫ દરમિયાન એક ત્રિદિવસીય સ્કીલ ફેર/કૌશલ્ય મેળાનું આયોજન ડી.એન.હાઇસ્કૂલ કેમ્પસમાં કરેલ છે. જેની અંદર જુદી જુદી કારકિર્દી અને કૌશલ્ય ને લખતી માહિતી આપવામાં આવે છે.
સાયકલ દ્વારા ચાલતું વોશિંગ મશીન |
આ સાથે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ દ્વારા મિશન મંગલમ યોજનાની કાર્ય પદ્ધતિ સમજાવામાં આવી હતી.જેની અંદર મોબીલાઈઝેશન, માઈક્રોફાઈનાન્સ, માઈક્રો એન્ટર પ્રાઈઝીસ /રોજગારી ના મુદ્દાસર જાણકારી આપવામાં આવે છે. આણંદની આસપાસ આવેલા લોકો માટે અને તેઓ પણ ટેકનીકલ જ્ઞાન મેળવી શકે એ હિસાબથી ફીટર , વાયરમેન, ડ્રાફ્ટમેન મીકેનીકલ જેવા વિવિધ કોર્સ માટેની તાલીમ પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તેમ વિદ્યાર્થીઓને જાણવા મળી હતી.
પેડલ મારી અને આરી કાપવાનું વિદ્યાર્થીઓ એ બનાવેલ મશીન |
ઘણા વિદ્યાર્થીઓને આજકાલ સ્વતંત્ર રીતે કાર્ય કરવું પડે છે. અને તે માટેની ઘણી મૂંઝવણ હોય છે, જેમકે કયો બીઝનેસ શરુ કરવો?, કેવી રીતે સ્થાપવો, ઉદ્યોગનું સફળ સંચાલન કેવી રીતે કરવું? એ બધા જ પ્રશ્નોના અને મૂંઝવણ દુર કરવા ગુજરાત ગવર્મેન્ટ ના ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
આ ઉપરાંત માટીકામ, ભરત ગુંથણ અને સિરામિક ના સુંદર છતાં ઉત્કૃષ્ટ નમૂનાઓ મુકવામાં આવ્યા હતા. અને આખા કૌશલ્ય મેળામાં તે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત ડી.એન. પ્રાર્થના મંદિરમાં મેરેથોન લેકચર પણ ચાલતા હતા જેની અંદર ઘણી જ્ઞાનવર્ધક બાબતો ની વાત કરી ગુજરાતના શ્રેષ્ઠ લોકોએ કરી હતી. પરંતુ એ વાત આવતા અંકે....
0 comments:
Post a Comment