પુસ્તક માણસ ને પસ્તી થતો બચાવે છે, ગુણવંત શાહ એ તો આનાથી પણ આગળ જઈ અને કીધું છે કે, જે ઘરમાં ચાર સારા પુસ્તક નાં હોય ત્યાં ક્યારેય દીકરી પરણાવવી નહિ. માણસ ના સૌથી શ્રેષ્ઠ મિત્ર એ તેના પુસ્તકો છે. જે વાંચે એ વિચારી શકે અને વિચારી શકે એ સારું કાર્ય કરી શકે અને એક સારા સમાજને ઉભો કરી શકે. આ બધીજ વાતો ને ધ્યાનમાં રાખી અને ચરોતર એજ્યુકેશન સોસાયટી એ વિદ્યાર્થીઓને વાંચનની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપવા એક સુંદર પ્રવૃત્તિનું આયોજન કર્યું છે.
આજના ડીજીટલ યુગમાં લોકો લાંબા- લચક દસ્તાવેજથી કંટાળી ચુક્યા છે. અને ધીરે- ધીરે તેમનું મહત્વ પણ ભૂલવા લાગ્યા છે. અને જરૂ પડે તેઓ દસ્તાવેજો વિષે પુરતી માહિતી ના હોવાથી ગૂંચવાઈ જાય છે, આવે વખતે લોકોની મૂંઝવણને દુર કરવા અને દસ્તાવેજોની સરળતાથી માહિતી આપવા માટે ધર્મજના જાણીતા લેખક શ્રી રાજેશભાઈ પટેલ એ જીવન પથનાં પગથીયા નામનું એક સરસ પુસ્તક લખ્યું છે. જેની અંદર રોજ બરોજના ઉપયોગી દસ્તાવેજો વિશેની સરળ માહિતી આપવામાં આવી છે.
આ પુસ્તક એટલું બધું પ્રખ્યાત બન્યું છે કે ગુજરાતના જાણીતા લેખક શ્રી જય વસાવડાથી લઇ સમાજના આગેવાનો, સ્વતંત્ર સેનાનીઓ, અને નિષ્ણાતોએ પુસ્તક ના ખોબા ભરીને પ્રશંસા કરી છે. આ વિષે સૌ પ્રથમ રાજેશભાઈ પ્રાથમિક માહિતી આપશે અને ત્યારબાદ જો કોઈને પ્રશ્નો હશે તો તેના પણ જવાબ આપશે। કહેવાય છે કે જ્ઞાન વહેંચવાથી વધે, એ જ વાતને ધ્યાનમાં રાખી અને દસ્તાવેજો વિશેની માહિતી વધુ ને વધુ લોકોસુધી પહોચી શકે તે વાત ને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ માં ઉપસ્થિત બધા જ લોકોને પુસ્તકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે જાણીતા અર્થશાસ્ત્રી અને વિચારક શ્રી જયનારાયણ વ્યાસ, નિવૃત સનદી અધિકારી તથા આણંદ ના પૂર્વ કલેકટર શ્રી આર.એન. જોષી અને ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહેશે.
સા સાથે સમાજને પોતાના જ્ઞાન અને બુદ્ધિનો વધુ લાભ આપતા શ્રી રાજેશ પટેલ પોતાના એક નવા પુસ્તકનું વિમોચન કરશે. જેની અંદર પંચાયતથી કલેકટર કચેરી સુધીની વહીવટી વ્યવસ્થાની સરળ સમજ આપેલ છે. આમ, વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત, વિદ્યાર્થીઓ વાંચે, વિચારે અને વિકાસ કરે એવું સરસ કાર્ય કરેલું છે
તમે પણ ઉપસ્થિત રહી અને જ્ઞાનમાં વૃદ્ધી કરી શકો છો આવો,11 ઑગષ્ટ,2015 એ ડી.એન. હાઈસ્કુલ કેમ્પસ, સાંજે 6:00 કલાકે.
0 comments:
Post a Comment