Friday, 7 August 2015

મેરેથોન લેકચરમાં થયેલી મહત્વની વાતો

Workshop by Shri Apoorva Bhatt,
 Dy. Commandant of 

Indian Coast Guard
કેળવણી વગરનું શિક્ષણ એ પાયા વગરની ઈમારત જેવું છે.  આજકાલ "ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તાઈ" જેવી કહેવતો નાશપ્રાય થતી ગઈ છે. વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્ય દ્વારા સફળતાના શિકાર પાર કરી શકે એમ છે.  આમ, આજના ટેકનોલોજીના ટેસ્ટ માં ચાલતા યુગમાં કૌશલ્ય પ્રાપ્ત કરી અને વિદ્યાર્થીઓને સજાગ કરી શકાય એ માટે સીઈએસ એ કૌશલ્ય મેળાનું આયોજન કર્યું હતું જેની અંદર જુદા જુદા ક્ષેત્રમાં આગળ પડતું કાર્ય કર્યું હોય તેવા લોકોને બોલાવી અને તેમના લેક્ચર્સ ગોઠવામાં આવ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓને કારકિર્દી અને કૌશલ્ય માટેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે.

મેરેથોન લેકચર ને ધ્યાનથી સાંભળતા વિદ્યાર્થીઓ 
આ લેક્ચર્સની અંદર યુ.કે. સ્કીલ ડેવલ્પમેન્ટનાં શ્રી તેજેન્દ્ર ચતવાલ દ્વારા 21મી સદીમાં કૌશલ્ય ની જરૂરીયાત ઉપર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સદી એ માહિતીની સદી છે, સતત માહિતી બદલાતી રહે છે એ વખતે તમારે દરેક વસ્તુથી અવગત રહેવું ઘણુંજ  જરૂરી થઇ પડે છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે પછીનો નાગરિક એ પોતાના દેશનો નાગરિક નહિ પરંતુ વિશ્વ નાગરિક કહેવાશે. કારણકે ઈન્ટરનેટ એ બધીજ દીવાલ તોડી અને વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે. 

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હવેનું ભણતર એ એટલું બધું બદલાતું રહે છે કે આપણે થોડુક પણ કઈ ચુકી ગયાતો હરીફાઈ માંથી બહાર  નીકળી જઈએ છીએ.  આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ ને કહ્યું હતું કે સતત વાંચતા રહો, જ્યારે કોલેજમાં જઈએ ત્યારે એ વખતે જે પ્રશ્નો હોય અથવા એના પહેલાના અમુક વર્ષના પ્રશ્નો વિષે ચર્ચા કરવામાં આવતી હોય છે, પરંતુ તમે જ્યારે કોલેજમાંથી ભાર નીકળો કે તરત પ્રશ્નો અને સમસ્યા બદલાઈ ગયા હોય છે એટલે નવી પરિસ્થીઓ સામે માથું ઊંચું કરવામાં આવે અને જો એ વખતે તમારું વાંચન હશે તો ચોક્કસ તમને લાભ થશે.

21મી સદીમાં ભણતર કેવું હોય તે અંગે વાતચીત કરતા
 શ્રી તેજેન્દ્ર ચતવાલ
તેમણે  સમજાવ્યું હતું કે અત્યારના વિદ્યાર્થીઓમાં સ્કીલ ગેપ એ ક્યાં પડે છે. તેની અંદર કન્ટેન કેવો છે, એ ચોક્કસ સમસ્યા કે વસ્તુ નું તમારી અંદર કેટલું અંડરસ્ટેન્ડિંગ છે, એ માટે કેટલું વિઝ્યુલાઈઝ કરવું એ બધીજ બાબતો ઘણી મહત્વની છે. અને અંતમાં તેમણે જણાવ્યું હતું કે આ બધીજ શક્યતાઓને પાર કરવા માટે સોશિઅલ મીડિયા નો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ તો સોનાની અંદર સુગંધ ભળે એવી રીતે આગળ આવી શકશો અને તમારી કારકિર્દી ચારેકોર ચર્ચા થશે. એક નવા રસ્તાનો ચીલો પણ આજનું યુથ ચાતરી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ સાથે ની પ્રશ્નોત્તરી કરી હતી. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને એક વિડીઓ સૌથી વધારે ઈન્સ્પાયર કરી ગયો હતો. અને તે વિડીઓ પણ બતાવામાં આવ્યો હતો. 



ત્યાર પછી પ્રોફેસર વાય.આર. જોશીએ સ્કીલ ડેવલોપમેન્ટ અને વોકેશનલ ટ્રેનીંગ ઉપર પ્રકાશ નાખ્યો હતો.જેની અંદર  મીણબત્તી ઘરે બેઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય એ માટેની પ્રોસેસ બતાવી હતી.  એમણે એમ પણ જણાવ્યું હતું કે,  જો તરતી મીણબત્તી બનાવવી હોય તો , કોઈ એક શેપ વાળો બાઉલ લઇ અને તેની અંદર તેલ લગાવી અને મીણ પાથરી દેવામાં આવે અને ત્યારે પછી તેને ઠારી અને પાણીમાં મુકવામાં આવે તો એ મીણબત્તી ચોક્કસ તરતી હોય છે. તેમણે કહ્યું હતું કે કૌશલ્ય એ કોઈ ડીગ્રીના મોટા મોટા લેબલ દ્વારા નથી પ્રાપ્ત થતું. એતો સખ્ત મહેનત અને તેને શીખવાની ધગશ દ્વારાજ ઉછેરી અને મોટું થતું હોય છે. આ માટે તેમણે  અમદાવદમાં આવેલા અંધજન મંડળમાં ચાલતા વિડીઓ દર્શાવ્યો હતો.  



આ વિડીઓ જોઈ અને ચોક્કસ તમારી આંખ ખુલી હોય તો તમારી અંદર ના કૌશલ્યને ઓળખી અને તે દિશામાં આગળ વધશો તો સફળતા તમારી રાહ જોઈ રહી છે. 

આ સાથે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માંથી શ્રી અપૂર્વ ભટ્ટ એ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં કારકિર્દી વિષે ચર્ચા કરી હતી, તેની પરીક્ષા માં કેવી રીતે સફળતા પ્રપ્ત્ત કરવી અને તેના માટે ની ઉંમર કેટલી હોવી જોઈએ તૈયારી અને કાર્ય શું હોય છે તેની સરસ રીતે વિદ્યાર્થીઓને સમજણ પડે એ રીતે વાત કરી હતી.




રેડ એફ એમ ની અદિતિ રાવલ એ વિદ્યાર્થીઓને રેડીઓ ને કારકીર્દીની દ્રષ્ટિએ કેવી રીતે જોઈ શકાય તે સમજાવ્યું હતું.એમણે  કહ્યું હતું કે રેડીઓ નો ફેઝ થ્રી આવી રહ્યો છે અને  આજુબાજુ ના વિસ્તારમાં રેડીઓ સ્ટેશન ખુલશે ત્યારે આણંદ ની ચરોતર એજ્યુકેશન સોસાયટી માંથી ચોક્કસ એક  આરજે તો હોવો  જ જોઈએ.  તેમણે આરજે એટલે શું કહેવાય, રેડીઓ જોકીનું શું કાર્ય હોય છે? તેમણે રેડીઓ સ્ટેશનમાં કેવી રીતે રીસર્ચ થી લઇ અને બીજા પણ કાર્યો કરવાના હોય છે તે જણાવ્યું હતું. આ ઉપરાંત રેડીઓ જોકી ઉપરાંત રેડીઓ સ્ટેશનમાં કેટલા બધા લોકો કાર્ય કરતા હોય છે  અને તેમણે એક રેડીઓ સ્ટેશન ચલાવવા માટે શું કરવું પડતું હોય છે  તે જણાવ્યું હતું. આ ઉપરાંત પોતાના અનુભવ દ્વારા પોતાની થયેલી ભૂલો પણ ખુબ જ પારદર્શિતા રાખી અને જણાવી હતી. અને તે ભૂલ જો કોઈ સીઈએસ માંથી આવે તો ફરીતી નાં રીપીટ થાય તેમ જણાવ્યું હતું.

તેમણે ઓડીયન્સ માંથી અમુક લોકો ને સ્ટેજ  ઉપર બોલાવી અને ગીત ગવડાવ્યા હતા, અને પોતાની અંદર રહેલા  કૌશલ્ય ને કઈ રીતે ઓળખવું તે સમજાવ્યું હતું. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓ રેડીઓને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા, અને રેડ એફ એમ માં પોતે  કેવી રીતે બોલે છે તેનું લાઈવ ઉદાહરણ આપ્યું હતું. જે સાંભળી અને ઘણા બધા વિદ્યાર્થીઓ કાર્યક્રમ પછી રેડીઓમાં કારકિર્દી બનાવવા અંગે વિચારવા લાગ્યા હતા.

તમારે પણ કોઈ વાત કરવી છે, આ કાર્યક્રમાં તમારા અનુભવો કેવા રહ્યા શું ગમ્યું તમને. લાખો અમને
ces100anand@gmail.com





0 comments:

Post a Comment